રવિવાર, 4 ડિસેમ્બર, 2016

બીજો પાટોત્સવ


 શ્રી મેલડી માતાજી નો બીજો પાટોત્સવ પ્રસંગ


સોમવાર, 22 ઑગસ્ટ, 2016

મંદિર વિશેષ માહિતી


                      શ્રી મેલડી માતા ધામ બાદરગઢ

લેખ સંપાદન. ; પ્રકાશ ભાઈ રાણા                                        

            

              સમગ્ર ગુજરાત માં એક પણ એવું ગામ નહીં હોય કે જ્યાં મેલડીમાતા નું સ્થાનક કે દેરી ના હોય અથવા તો માતા ને માનનાર ભકત ના હોય , આ રીતે જોતા મેલડી માં સર્વવ્યાપી બની ગયેલ માતા છે.
             આવું એક સ્થાનક બનાસકાઠા જીલ્લામાં વડગામ પાસે બાદરગઢ નામના ગામમાં આવેલું છે. આ મંદિર એક ગૃહ મંદિર છે.. મંદિર ના ઇતિહાસ ની વાત કરવામાં આવે તો મંદિર નો ઇતિહાસ આસરે ૫૦૦ વર્ષ કરતા પણ વધુ જુનો છે. માતાજી ના પ્રાગટ્ય પાછળ પણ એક દંતકથા રચાયેલી છે. ૨૦૧૫ માં કારતક માસ માં દેવ દિવાળી ના શુભ દિવસે માતાજી ના મંદિર નું નવ નિર્માણ તેમજ પુનઃ પ્રતિસ્થા કરવામાં આવી હતી.
              આજે પણ બાદરગઢ ગામમાં મેલડી માતા “ માજીરાણા ની મેલડી” તરીકે પૂજાય છે.
              માતાજી ના આ મંદિર માં કોઈપણ જાતની બલી પ્રથા ચાલતી નથી. સુદ્ધ મને ભાવ થી માતાજી નું સ્મરણ કરતા માતાજી ભાવ થી દિન દુખિયા લોકો ના દુખ દુર કરે છે.  દર માસની પૂનમ ના દિવસે અહી દર્શન માટે લોકો ઉમટે છે. અને માતાજી ના દર્શન નો અનેરો લાહવો લેછે, અહિયાં કોઈ પણ જાતની બધા આખડી કે દોરા ધાગા કે દાણા જોવામાં આવતા નથી. આ મંદિર માં માતાજી અને ભક્ત વચ્ચે સીધો સંપર્ક આ મંદિર માં છે.. આ મંદિર ધ્વારા કોઈપણ જાત ના ભેદભાવ વિના દર્શને આવતા લોકો ની સેવા કરવામાં આવે છે. એવું કેહવાય છે કે જો માત્ર  ભાવ થી માતાજી ના દર્શન માત્ર થી લોકો ના દુખ દુર થઈ જાય છે.
               માતાજી ના નૈવેધ માં  શ્રીફળ સુખડી ચઢાવવામાં આવે છે. મેલડી માતા તો ભાવ માત્ર થી રિજે છે. ભાવ પૂર્વક કરેલા નેવૈધો માતાને પહોચે છે. આવા બાદરગઢ ગામમાં પૂજાતા રાજ રાજેશ્વરી શ્રી માજીરાણા ની મેલડી માતા ને કોટી કોટી વંદન...........

            

      “ મોર મુગટ પીતાંબરવાળી

       શંખ ચક્ર ગજા બીજ ધારી

       ત્રિશુલ ધારી દેવ મુરારી

       બકરાની અસવારી વાળી

       બાદરગઢ માં પૂજાતી

       અસ્ટભુજ નારાયણી નમોસ્તુતે”